21 ઓગસ્ટના રોજ હવન, મહાપ્રસાદ અને જાગરણ નિમિત્તે રાસ ગરબા કાર્યક્રમનું આયોજન મોરબી અપડેટ : મોરબીના નાની વાવડી સ્થિત દશામાં ગોપી મંડળ તથા દશામાં મિત્ર મંડળ દ્વારા દશા માના વ્રતના જાગરણ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 12 ઓગસ્ટ ને બુધવારથી દશા માના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે અને તારીખ 21 ઓગસ્ટ ને શુક્રવારના રોજ વ્રતની પૂર્ણાહુતિ થશે. ત્યારે 21 ઓગસ્ટ ને શુક્રવારના રોજ વ્રતના અંતિમ દિવસે સવારે હવન તથા બપોરે મહાપ્રસાદ અને રાત્રે જાગરણ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને રાત્રે રાસ ગરબા રમવા માટે દશા મા ગોપી મંડળ તથા દશા મા મિત્ર મંડળ- નાની વાવડી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.