મોરબી : મોરબીમાં આજે ડો.બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રાનું મોરબી મુળ નિવાસી સંઘ અને મોરબી અનુ.જાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નહેરુ ગેટ ચોકથી લઈ ગાંધી ચોકમાં આવેલ ડો.બાબા સાહેબની પ્રતિમા સુધી મૌન રેલી કાઢી ડો.બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી. આ સાથે આમુખનું વાંચન કરી શપથ પણ લેવામાં આવ્યા હતા.