મોરબી : માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી રેલવે ફાટક નજીક આગળ રસ્તો બંધ હોવાથી ટ્રકની લાઇન પડી હતી ત્યારે બેકાબુ ટ્રક ચાલક પુરપાટ ઝડપે આવી આગળ પડેલા ટ્રકના ઠાઠામાં ટ્રક ઘુસાડી દેતા ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી રેલવે ફાટક નજીક આગળ રસ્તો બંધ હોવાથી ટ્રકની લાઇન પડી હતી ત્યારે જીજે - 36 - ટી - 9995 નંબરના બેકાબુ ટ્રક ટ્રેઇલર ચાલક પુરપાટ ઝડપે આવી આગળ પડેલા ટ્રકના ઠાઠામાં ટ્રક ઘુસાડી દેતા ટ્રક ચાલક ભુપતભાઇ નરસીભાઈ ધોળકિયા રહે. દેવગઢ તા.માળીયા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે જે ટ્રકમાં મૃતકનો ટ્રક અથડાયો હતો તે ટ્રકના ચાલક મુનાકુમાર રાજીન્દરપ્રસાદે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.