મોરબી : મોરબીના કોંગ્રેસના આગેવાનની ગુજરાત પ્રદેશ રાજીવ પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા તેમને સત્કારવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા 28 જાન્યુઆરીના રોજ સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત પ્રદેશ રાજીવ પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ તરીકે મોરબીના કોંગ્રેસના આગેવાન કે.ડી. બાવરવાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને આવકારવા આવતીકાલે 28 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બપોરે 11 કલાકે સત્કાર કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વેને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.