બે યુવાન મિત્રોના અકસ્માતે મૃત્યુ થયા હતા : મિત્ર મંડળ દ્વારા ગાયોને ઘાસ નાખીને આંતરડી ઠારી મોરબી : અકસ્માતમાં મોતને ભેટનાર બે આશાસ્પદ યુવાનો સ્વ. મિત મેરજા અને સ્વ. હર્ષ પરમારના મિત્રોએ ગાયને લીલું ઘાસ નાખીને મિત્રોને શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબી નજીક રોડ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનો મિત મેરજા અને હર્ષ પરમારે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હતભાગી મિત્રોને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના મિત્રો દ્વારા કચ્છથી હિજરત કરેલી 125 જેટલી ગાયોને 2 દિવસમાં 230 મણ લીલું ઘાસ નાખીને ગૌ માતાની આંતરડી ઠારવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne