મોરબી : શ્રમ આરોગ્ય એમ્બ્યુલન્સ મોરબીના સ્ટાફ દ્વારા લિઓલી સિરામીક ખાતે દિવાળી પર્વ નિમિત્તે રંગોળી બનાવીને સામાજિક મેસેજ આપવામાં આવ્યો હતો. આ રંગોળીમાં 'પાણી બચાવો', 'બ્લડ ડોનેશન', 'ધુમ્રપાન અટકાવો', 'સ્વસ્થ અને તંદુરસ્ત જીવન' જીવવાનો મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ રંગોળી તૈયાર કરવામાં ડો. ક્રિષ્નાબેન તડવી, પાયલોટ રવિભાઈ કુબાવત, લેબ ટેક્નિશિયન મુસ્કાન વડોદિયા, પેરામેડિકલ સ્ટાફના ઉર્મિલાબેન બુમતારીયા તથા સિરામીક સ્ટાફ દ્વારા રંગોળી તૈયાર કરીને આ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.