મોરબી : સમગ્ર દેશમાં અયોધ્યા મંદિરના શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેમના વધામણા માટે મોરબી રોટરી ક્લબ દ્વારા તા. 21 જાન્યુઆરીને રવિવારે મયુર પુલ (ફૂટપાથ) ખાતે બપોરના 2 થી 5:30 કલાકે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી ખાતે રંગોળી સ્પર્ધા બે વિભાગમાં રાખવામાં આવેલી છે. જેમાં 16 વર્ષથી નીચે તથા 16 વર્ષથી ઉપરના તેમ બે વિભાગમાં યોજાશે. રંગોળી 3*3 ચોરસ ફૂટની કરવાની રહેશે. સ્પર્ધકની સાથે એક હેલ્પર લાવી શકાશે. આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ નથી. તદ્દન નિ:શુલ્ક છે પરંતુ રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. જે લોકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવો હોય તેમણે રજીસ્ટ્રેશન માટે રોટે.સોનલ શાહ - 7990542612, રોટે.બંસી શેઠ- 9376652360, રોટે. નીલાબેન- 9428280599, રોટે. સ્વાતી પોરિયા- 9824106461 પર સંપર્ક કરવાનો રહેશે. મોરબી વાસીઓ માટે આ રંગબેરંગી રંગોળીઓ તા. 21ના સાંજના 7 વાગ્યાથી જોઈ શકાશે. આ કાર્યક્રમમાં દરેક મોરબીવાસીઓને સહભાગી થવા રોટરી ક્લબ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.