સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત NSS સમિતિ દ્વારા આયોજિત સ્પર્ધામાં 11 ટીમોના 50 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધોમોરબી અપડેટ : મોરબીમાં આવેલી લખધીરજી એન્જિનિયરિંગ કોલેજની NSS સમિતિ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન-2026' અંતર્ગત ગત તારીખ 24 સપ્ટેમ્બરના રોજ ‘વિકસિત ભારત 2047’ થીમ આધારિત એક સુંદર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં 11 ટીમોના 50 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પરંપરાગત રંગોળી કળાના માધ્યમથી ભારતના વિકાસ, નવીનતા, શિક્ષણ, ટેકનોલોજી, ટકાઉ વિકાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રગતિ જેવા વિવિધ વિષયોને ઉજાગર કરતી અર્થસભર રંગોળીઓ તૈયાર કરી હતી. આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય, ટીમવર્ક તથા વિકસિત ભારત અંગેના પોતાના દૃષ્ટિકોણને રજૂ કરવાની ઉત્તમ તક મળી હતી.રંગોળી સ્પર્ધાનું મૂલ્યાંકન જનરલ ડિપાર્ટમેન્ટના ડૉ. શિવાની આર. ઉપાધ્યાય તથા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રો. ભારતી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સર્જનાત્મકતા, થીમ સાથેની સુસંગતતા, રંગોની પસંદગી, સ્વચ્છતા અને મૌલિકતા જેવા માપદંડોને આધારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમોને ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને સામાજિક જાગૃતિને વેગ મળ્યો હતો.આ સમગ્ર રંગોળી સ્પર્ધાનું સફળ આયોજન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજની NSS સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના કન્વીનર તરીકે જનરલ ડિપાર્ટમેન્ટના ડૉ. જે.બી. ભેડા તથા કો-કન્વીનર તરીકે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રો. ડી.બી. પટેલ દ્વારા કામગીરી સંભાળવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #LECollege #RangoliCompetition #ViksitBharat2047 #NSS #SevaSankalpAbhiyan #EngineeringStudents