જુના રાયસંગપુરના બે મિત્રો દર્શન કરી બાઇક ઉપર પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યોહળવદ : હળવદના કેદારીયા નજીક રેન્જ રોવર કારે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર જુના રાયસંગપર ગામના શિવમ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઉ.વ.20 અને તેમનો મિત્ર હરપાલ ધનાળા દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ તેમના જીજે જીજે36 એજી 1101 નંબરના બાઇકને કેદારીયાના પાટિયા પાસે હાઇવે ઉપર જીજે 1 ડબ્લ્યુ ડબ્લ્યુ 99 નંબરની રેન્જ રોવર કારે હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં શિવમનું મોત નીપજ્યું છે. જ્યારે હરપાલને ઇજાઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે શિવમને એક મોટી બહેન છે. તે તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના ઓચિંતા નિધનથી પરિવાર માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે.