મોરબી : મોરબી જીલ્લાના બગથળા ગામના બસ સ્ટેશન પાસે મહેશભાઈ કાનજીભાઈ ઘુમલિયા અને અજયભાઈ મહેશભાઈ ઘુમલિયા દ્વારા તા. 26 સપ્ટેમ્બરને મંગળવારે નકલંક નેજાધારી તોરણીયાનું રામામંડળને રમવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળમાં મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો), ભુટો ભરવાડ સહીતના કલાકારો ઉપસ્થિત રહેશે. બગથળા ગામની સર્વે જનતાને આ રામામંડળ નિહાળવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.