મોરબી : તાલુકાના બગથળા ગામે હસમુખભાઈ મગનભાઈ ઠોરીયા દ્વારા 24 નવેમ્બર ને રવિવારે નકલંક નેજાધારી તોરણીયાનું રામામંડળ રમવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળમાં મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો), ભુટો ભરવાડ સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે. બગથળા ગામની સર્વે જનતાને આ રામામંડળ નિહાળવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.