ટંકારા : અનુસૂચિત જાતી, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગનાં ગરીબ, પીડિત, શોષિત અને વંચીત સમાજને સાંથણીમાં મળેલ સરકારી જમીનમાં ગેરરીતિ કરી સરકારી બાબુઓએ પોતાના મળતીયાઓ દ્રારા ટંકારામાં મસમોટું કૌભાંડ કરેલ છે. સરકારી તંત્ર દ્રારા ફક્ત ટંકારામાં જ અંદાજે એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ પછાતોને મળેલ સાંથણીની જમીનમાં કરેલ છે. જે મામલે શાસન, પ્રશાસને મૌન ધારણ કરેલ છે. જેને જગાડવા અને મુળ માલિકોને પોતાના હક્ક અધિકારની પોતાની માલિકીની જમીન પાછી અપાવવા એક દિવસનાં ધરણા અને રેલી તારીખ ૨૦/૧૨/૨૦૧૯ને શુક્રવારનાં રોજ સવારે ૧૦ વાગ્યે ટંકારા મુકામે યોજાનાર છે. ટંકારા લતિપર ચોકડીએ ગેટ પાસેથી એકઠા થઈ રેલી સ્વરૂપે દેરીનાકા, દયાનંદ ચોક, મેઈનબજાર, પાંજરાપોળ, નગરનાકા, પોલીસ સ્ટેશન થઈ મામલતદાર ઓફીસ ટંકારા મુકામે બહાર પરિસરમાં (ધરણા) સભા યોજાનાર છે. સમગ્ર ટંકારા તાલુકાનાં એવા લોકો કે જેને સાંથણીની મળેલ જમીનમાં ગેરરીતિ થયેલ હોય,અન્યાય થયો હોય, છેતરપીંડી થયેલ હોય,જમીનનાં કબ્જા આપેલ ના હોય, ખરા વાળાનાં પ્રશ્નો હોય, ઢોર વાળાનાં પ્રશ્નો હોય, ૧૦૦ ચો. વાર.પ્લોટનાં પ્રશ્નો હોય, વગેરે જમીનને લગતાં પ્રશ્નો હોય તે તમામ અરજદારો તારીખ ૨૦ને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહી અને આ બહેરા અને મુંગા તંત્ર દ્રારા થયેલ હળાહળ અન્યાયનો હિસાબ માંગવા એકઠા થશે. સામાજીક કાર્યકર બી.એલ.સોલંકીએ તમામ એવા લોકોને આ કાર્યક્રમમાં જોડાવવા જાહેર આહવાન કર્યું છે.