મોરબી : મોરબી સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી જીલ્લા સેવા સદન રોડ પર આવેલી પોટરી તાલુકા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસની ઉજવણીના અનુસંધાને તેમજ લોકોમાં જાગૃતિ આવે એવા આશયથી રેલી કાઢવામાં આવી હતી. આ દરમ્યાન લોકોને સિંહ અને વન્યપ્રાણીના જતન અંગેનો સંદેશો આપ્યો હતો. આ રેલીમાં શાળાના આચાર્ય અને શિક્ષકો જોડાયા હતા.