રેલી મુખ્યમાર્ગો ફરી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી શ્રધ્ધાસુમન અર્પણ કરાયા મોરબી : મોરબીમાં આજે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને રેલી યોજાઈ હતી.જેમાં રેલી મુખ્યમાર્ગો ફરી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. મોરબીમાં આજે ડો.બાબા સાહેબ આંબેડકરના નિવર્ણ દીન નિમિતે સ્વંયમ સૈનિક દળ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.જેમાં વીસીપરા વિસ્તારમાંથી આ રેલી નિકળી શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરી હતી. તેમજ નગરપાલિકા ખાતે આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને લોકોએ હારતોરા કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં આ રેલી સામાકાંઠે ભડીયાદ કાંટે આવેલી સમાજ વાડી ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..