મોરબી-વાંકાનેર હાઇવે ઉપરની ઘટના મોરબી : મોરબી -વાંકાનેર હાઇવે ઉપર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે ટ્રકને ઠોકર મારતા રાજસ્થાની યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર વિશાલ ફર્નિચર સામે પીળા રંગના ડમ્પર ટ્રક રજી.નં-GJ 36 T 5545 વાળાના ચાલકે ટ્રકને ઠોકર મારતા ટ્રક ચાલક મોહમંદખાન જુમેખાન શેખ,ઉવ ૪૬ ધંધો ડ્રાઇવીંગ રહે.બજરંગ ઘોરા પુગલ રોડ બીકાનેર રાજસ્થાન મુળ ગામ બરજુ તા.પુગલ જી.બીકાનેર રાજસ્થાનવાળને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે તેમના મામાના દીકરા મુનસબઅલી ખાનને માથા તથા પગે ગંભીર ઇજાઓ પહોચતા સારવારમાં ખસેડેલ હતા જ્યાં સારવાર દરમિયાન મોટ નીપજ્યું હતું. ઘટના અંગે ટ્રક ચાલક મોહમંદખાન જુમેખાન શેખની ફરિયાદના આધારે અકસ્માત સર્જી નાસી છૂટેલા ડમ્પર ટ્રક રજી.નં-GJ 36 T 5545 વાળાના ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.