વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોસેરો સિરામિક ફેકટરીમાં જીજે - 12 - બીઝેડ - 8594 નંબરના કન્ટેનર ટ્રકના ચાલક દીનેશસિંહ ગોવિંદસિંહ રાવત ઉ.27, રહે. રાજસમંદ, રાજસ્થાન વાળાએ કોઈ અગમ્ય કારણોસર કન્ટેનર ટ્રકની પાછળના ભાગે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે ફેકટરીના સંચાલકે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.