મોરબી તાલુકા પોલીસે લખધીરપુર રોડ ઉપરની સીરામીક ફેકટરીમાં રેઇડ કરી રૂ. 8.41 લાખનો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સીરામીક કારખાનાની ગોડાઉનની ઓફીસમાં કારખાનેદાર જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે આ સ્થળે દરોડો પાડ્યો હતો અને આ સીરામીક કારખાનાની ગોડાઉનની ઓફીસમાં જુગાર રમતા કારખાનેદાર સહિત આઠ આરોપીઓને દબોચી લીધા હતા. તેમજ પોલીસે રૂ. 8.41 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સેજાસ સીરામીક કારખાનાના ગોડાઉનની ઓફીસમાં કારખાનેદાર જયમીનભાઈ પ્રાગજીભાઈ પોતાના ગોડાઉનની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. આ પ્રકારની ચોક્કસ બાતમી મળતા પોલીસ સ્ટાફ એ સીરામીક ફેક્ટરીની ઓફીસમાં ત્રાટક્યો હતો. પોલીસ સ્ટાફે આ સીરામીક ફેકટરીની ઓફીસમાં જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા આરોપીઓ જયમીનભાઈ પ્રાગજીભાઈ, પરસોતમભાઈ કેશવજીભાઈ ભોરણીયા, સુરેશભાઈ નારણભાઈ આદ્રોજા, સંજયભાઈ ગણેશભાઈ, ભાવેશભાઈ ઓધવજીભાઈ જીવાણી, જેન્તીલાલ મૂળજીભાઈ શેરસિયા, હાર્દિકભાઈ લાભુભાઈ, રાજેશભાઈ જસવંતભાઈને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ.8.41 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..