હડકાયા કૂતરાએ એક પછી એક એમ ડઝન જેટલા લોકોને બાચકા ભરતા ફફડાટ મોરબી : મોરબીના સામાંકાંઠે મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાએ ભારે આંતક મચાવીને 10 થી 15 લોકોને બાચકા ભર્યા હોવાની સિવિલ હોસ્પિટલમાં માહિતી મળી છે. જેમાં હડકાયા કૂતરાએ એક પછી એક એમ ડઝન જેટલા લોકોને બાચકા ભરતા ફફડાટ મચી ગયો છે. જો કે તંત્ર પાસે આવા કૂતરાને પકડવાના કોઈ સાધનો જ ન હોવાથી લોકોને હડકાયા કૂતરાનો ત્રાસ ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. મોરબી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપ નજીક એક કૂતરું હડકાયું થયું હતું અને આ હડકાયા કૂતરાએ ભારે આંતક મચાવ્યો હતો. હડકાયા કૂતરાએ અંદાજે 10,15 જેટલા લોકોને કરડયું હતું. આથી 10, 15 લોકો હડકવા વિરોધી રસી મુકાવવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળે છે.જો કે આ કૂતરાએ બીજા અન્ય લોકોને ઝપટમાં લીધા હોવાની શક્યતા હોવાથી હજુ વધુ કેટલાક લોકો હડકવ વિરોધી રસી મુકાવવા માટે સિવિલ હોસ્પિટલમાં સાંજ સુધીમાં આવે તેવી સંભાવના છે. આ વિસ્તારને હડકાયા કૂતરાએ માથે લેતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં હડકાયા કૂતરાનો ભારે આંતક છે. અવારનવાર કોઈને કોઈ વિસ્તારમાં હડકાયા કૂતરાઓ આંતક મચાવીને લોકોને કરડે છે. આ ગંભીર બાબત સામે શરમજનક વાત એ છે કે, જવાબદાર તંત્ર પાસે આવા હડકાયા કૂતરાને પકડવા માટેના કોઈ સાધનો જ નથી. તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..