મોરબી : મોરબીના રામ ઓર શ્યામ નગરમાં આજે હડકાયા શ્વાને જાણે આતંક મચાવ્યો હોય તેમ એક જ દિવસમાં 8 જેટલા લોકોને બચકા ભરી લીધા હતા. જેને પગલે સ્થાનીકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રામ ઓર શ્યામ નગરમાં આજે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં આવતા જતા 8 લોકોને આ શ્વાને બચકા ભરી લીધા હતા. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. બીજી તરફ ઇજાગ્રસ્ત થયેલ લોકોએ સિવિલમાં સારવાર લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.