સીટી એ ડિવિઝન પોલીસે વ્હીસ્કીની 77 બોટલ અને વોડકાના 44 ચપલા કબ્જે લીધા મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ જનકનગરમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી રહેણાંકમાંથી વ્હીસ્કી અને વોડકાનો રૂપિયા 37,048નો જથ્થો કબ્જે કરી એક શખ્સની ધપક્ડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે પંચાસર રોડ ઉપર આવેલ જનકનગરમાં દરોડો પાડી આરોપી યાકુબ ઉર્ફે અલી સલેમાનભાઇ કૈડાના રહેણાંકમાંથી અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની 77 બોટલ કિંમત રૂપિયા 32,648 તેમજ વાઈટ લેસ વોડકાના 44 ચપલા કિંમત રૂપિયા 4400 મળી કુલ રૂપિયા 37,048નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.