મોરબી ક્રાઇમબ્રાન્ચે હળવદની મોરબી ચોકડી નજીકથી ટ્રક ઝડપી લીધો, મોરબીના શખ્સે દારૂ મંગાવ્યાનું ખુલ્યુંમોરબી : મોરબીના શખ્સે રાજસ્થાનથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે હળવદની મોરબી ચોકડીએ વોચ ગોઠવી માટીની આડમાં ટ્રકના ચોરખાનામાં છુપાવવા આવેલ વિદેશી દારૂ અને બિયરનો રૂપિયા ૧,૧૩,૨૮૦ ના જથ્થા સાથે રાજસ્થાની ટ્રક ચાલક આરોપીને પકડી પાડયો હતો.મોરબી એલસીબી ટીમે હળવદની મોરબી ચોકડી નજીક વોચ ગોઠવી બાતમીને આધારે ટાટા ટ્રક ટ્રેઇલર નંબર RJ-27-GB-2539ને અટકાવી તલાશી લેતા માટી ભરેલ ટ્રક ટ્રેઇલરના નીચેના ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા આરોપી તખતસિંગ શંભુસિંગ ચુંડાવત, રહે.માદરી દેવસ્થાન તા.જી.રાજસમંદ રાજસ્થાન વાળાને પકડી પાડ્યો હતો. આરોપીની પૂછતાછમા દારૂનો આ જથ્થો મોરબીના મુસ્તાક નામના શખ્સે મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી.પોલીસે આરોપીના કબ્જામાંથી જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૪૮ કિંમત રૂપિયા ૮૬૪૦૦, સિગ્નેચર રેર એઝડ વ્હીસ્કીની ૨૪ બોટલ કિંમત રૂપિયા ૧૯,૬૮૦, કીંગફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયરના ૭૨ ટીન કિંમત રૂપિયા ૭૨૦૦ તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા ૬,૧૮,૨૮૦નો મુદામાલ કબજે કરેલ હતો.આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ કે.એચ.ભોચીયા, એ.એસ.આઇ. જીજ્ઞાસાબેન કણસાગરા, હેડ કોન્સટેબલ શકિતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.