મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં દેશી દારૂનું દુષણ ખૂબ જ વઘ્યું છે ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે લોહાણાપરામા દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો અખાદ્ય ગોળ અને આથો લાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇસ્ટના જથ્થા સાથે એક વેપારીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લોહાણાપરામા દરોડો પાડી રાજેશભાઈ ધીરજલાલ મીરાણી નામના શખ્સને ઝડપી લઈ આરોપીના કબ્જામાથી 11 ડબ્બા અખાદ્ય ગોળ, આથો લાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇસ્ટના 11 લાટા સહિત 3300નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.