નશીલી આર્યુવેદીક શીરપની બોટલ નંગ-૧૭૧૦ કિં.રૂ.૨,૫૫,૧૫૦નો મુદ્દામાલ કબ્જેમોરબી : ખેડામાં નકલી શિરપના કાંડને પગલે રાજ્યભરમાં આવી આર્યુવેદીકના નામે નશીલી શિરપના જથ્થાને પકડી પાડવાની ઝુંબેશને પગલે મોરબીથી વધુ એક દુકાનમાંથી નશીલી શિરપનો જથ્થો ઝડપાયો છે. જેમાં મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો ઝડપી લીધો હતો.મોરબીમાં ગેરકાયદે નશીલા આર્યુવેદીક શીરપના વેંચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવાની સુચનાને પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ખાનગી બાતમીને આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાં રેડ કરી આ દુકાનમાં ગેરકાયદે વેચાતી નશીલી આર્યુવેદીક શીરપની ફૂલ બોટલ નંગ-૧૭૧૦ કિં.રૂ.૨,૫૫,૧૫૦ નો મુદ્દામાલ સાથે આ નશીલી શિરપ વેચનાર દુકાન મલિક કમલભાઇ રજીતભાઇ દેબનાથને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.