મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે રફાળેશ્વર પાનેલી રોડ પર સિમોરા સીરામીક પાસે આવેલ જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપનો બોટલો ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી તાલુકા પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે પહોચતા જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાન ધારક પાસેથી ગેરકાયદે પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની ફૂલ બોટલ નંગ-૩૦ કિં.રૂ.૪૫૦૦ નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ- ૧૦૨ મુજબ મુદ્દામાલ સાથે દુકાનદાર બાબુભાઇ માધાભાઇ ગમારાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.