મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં આરોપી સલીમ ઉર્ફે સલિયો જુસબભાઈ કટિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી મેકડોવેલ બ્રાન્ડ દારૂની 750 એમએલની 3 બોટલ તેમજ 180 એમએલની 26 બોટલ સહિત કુલ રૂપિયા 3075નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.