મોરબી : ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટેલીફોન એક્ષચેન્જ રોડ ઉપર એક પડતર જીનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. મોરબી એલ.સી.બી. ટીમે દરોડો પાડીને એક શખ્સને વિદેશી દારૂના 144 ચપલા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, એલ.સી.બી. મોરબીના પો.હેડ કોન્સ. શકિતસિંહ લખધીરસિંહ ઝાલા (ઉ.વ. ૩૮) અને તેમની ટીમે બાતમીના આધારે ટંકારા ટેલીફોન એક્ષચેન્જ રોડ પર આવેલ પડતર જીનમાં તપાસ કરી હતી. આ દરમિયાન આરોપી વસીમભાઇ અજીતભાઇ સાંજી ખલીફા (ઉ.વ. ૨૪, રહે. ટંકારા ગામમાં મઠ વાળી શેરી) પોતાના કબજામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂ રાખીને વેચાણ કરવાના ઈરાદે મળી આવ્યો હતો.આરોપી પાસેથી POLAND PRIDE પ્રીમીયમ કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૧૮૦ મી.લી. ના 'ફોર સેલ ઇન મધ્ય પ્રદેશ ઓનલી' લખેલા કંપની સીલ પેક ચપલા નંગ-૧૪૪ (કિંમત રૂ. ૨૧,૬૦૦/-) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી વસીમભાઇ સામે ટંકારા પોલીસ મથકમાં પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૧૧૬(બી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ પો.હેડ કોન્સ. જે.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #Tankara #LiquorRaid #GujaratPolice #CrimeNews #LCBMorbi