લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રહેણાંક મકાનમાંથી નામચીન શખ્સનો દારૂનો જથ્થો પકડી પાડ્યો મોરબી : મોરબી એલસીબી ટીમે નવલખી રોડ ઉપર રણછોડનગરમાં આવેલા નામચીન શખ્સના મકાનમાં બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 159 બોટલ ઝડપી લીધી હતી, જો કે, દરોડા દરમિયાન બુટલેગર હાથ આવ્યો ન હતો. હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે નવલખી રોડ ઉપર રણછોડનગરમાં આવેલા નામચીન આરોપી સાગરભાઇ કાન્તીભાઇ પલાણના રહેણાંકમાં દરોડો પાડતા ઘરમાંથી પરપ્રાંતીય વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી, રમ તથા લીકરની કુલ 159 બોટલ કિંમત રૂપિયા 72,055 મળી આવી હતી. જો કે આરોપી સાગરભાઇ કાન્તીભાઇ પલાણ હાજર નહીં મળી આવતા એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સાગરભાઇ કાન્તીભાઇ પલાણ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.