જીઆઇડીસીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ચુનાના 38 થેલા કબજે લેવાયા, એ ડિવિઝન પોલીસમાં કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલમોરબી : મોરબીમાં હવે ચૂનામાં પણ નકલી માલ વેચાતો હોવાનો પર્દાફાશ થયો છે. મોરબીના સનાળા રોડ પર આવેલી જીઆઇડીસીમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નં. કે1-49 ખાતે આવેલી હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાં ડુપ્લીકેટ બાબુ પાર્સલ ચૂનાનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટમાં ગોંડલ રોડ પર શિવાલિક પાછળ ઉદ્યોગનગર કોલોનીમાં રહેતા યોગેશભાઈ ધીરજલાલ પરમાર (32) દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ મોરબીમાં કેનાલ રોડ પર શ્રીકુંજ સોસાયટીના એપાર્ટમેન્ટ બ્લોક નં- 3 માં રહેતા અરવિંદભાઈ છગનભાઈ કાસુન્દ્રા (ઉ.વ.50) અને વાંકાનેરના સુનિલભાઈ સામે નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બાબુ લાઈમ પ્રા. લી. કંપનીનું રજીસ્ટર કોપીરાઈટ છે. તેમની કંપનીનો સ્પેશિયલ ફોડેલો ચૂનો કાળા અક્ષરે ગુજરાતીમાં અને 'બાબુ પાર્સલ' હિન્દી તથા અંગ્રેજીમાં લખેલું હોય છે. આરોપીઓએ આ ડિઝાઇન અને લખાણવાળા પેકિંગની આબેહૂબ કોપી કરીને નકલી ચૂનાનું પેકિંગ કરી વેચાણ શરૂ કર્યું હતું. આરોપી પાસેથી નકલી બાબુ પાર્સલના લેબલની કોપી કરેલા ચૂનાના 38 થેલા મળી આવ્યા હતા. 350 રૂપિયાની કિંમતના એક થેલા લેખે કુલ 13,300 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ માલ આરોપી અરવિંદભાઈએ અન્ય આરોપી સુનિલભાઈ પાસેથી મેળવ્યો હતો. જેથી પોલીસે બંને સામે કોપીરાઇટ એક્ટના ભંગ બદલ ગુનો નોંધી એક આરોપીને પકડી પાડ્યો છે અને બીજા આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.#Morbi #MorbiNews #MorbiUpdate #CrimeNews #FakeProducts #BabuLime #MorbiPolice #CopyrightAct