બે શખ્સો સામે ગુનો નોંધાયો મોરબી : મોરબી શહેરમાં પોલીસે રિક્ષાચાલકના ઘરમાંથી બીયરના 420 ટીનનો જથ્થો ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. ગઈકાલે તા. 9ના રોજ પોલીસ દ્વારા રેઇડ દરમિયાન મોરબીના વીસીપરામાં કુલીનગરમાં જાવીદ ઉર્ફે જાવેદ રફીકભાઇ ગાજી (ઉ.વ. 22, ધંધો રીક્ષા ડ્રાઈવર)ના રહેણાક મકાનમાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર વેચાણ અર્થે રાખેલ ભારતીય બનાવટની પરપ્રાંતીય કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર 500 મીલીના 420 ટીન (કિ.રૂ. 42000)નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીઓ જાવીદ ઉર્ફે જાવેદ અને મહમદ રફીકભાઇ ઇબ્રાહીમભાઇ (ઉ.વ. 31, ધંધો રીક્ષા ડ્રાઈવર) વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અનુસાર ગુનો નોંધી તેઓને પકડવા તજવીજ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..