મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન રાત્રે 10 કલાકે મુંબઈના મશહૂર કવ્વાલ ઇફતીકાર બ્રધર્સની કવ્વાલી પણ યોજાશે. આ પ્રસંગે હાજરી આપવા હિન્દુ-મુસ્લિમ તમામને નિમંત્રણ પાઠવવામાં આવે છે.