મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા પીપળી રોડ ઉપર ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. મોરબીના પીપળી રોડ ઉપર વાહનોની અસામાન્ય અવરજવર રહે છે. તેથી, ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. જો કે છેલ્લા બે દિવસથી ટ્રાફિકજામની સમસ્યા ગંભીર બની છે. આજે પીપળી-બેલા રોડ ઉપર એક ટ્રકમાં પંચર પડતા ટ્રક રોડ ઉપર જ ઉભો રહી ગયો હતો. આથી, ટ્રાફિકજામ સર્જાયો હતો અને બન્ને બાજુએ વાહનોની કતારો લાગી ગઈ હતી. ખાસ્સો સમય સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.