મોરબી અપડેટ અને વહીવટી તંત્ર દ્વારા 'ડ્રગ્સને ડીલીટ કરીએ' અભિયાન અંતર્ગત સ્પર્ધાનું આયોજનમોરબી : ડ્રગ્સના દુષણ સામે જાગૃતિ લાવવા મોરબી અપડેટ તથા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'ડ્રગ્સને ડીલીટ કરીએ' વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું શાળા કક્ષાએ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તારીખ 11 ઓગસ્ટના રોજ મોરબીની દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ડ્રગ્સને ડીલીટ કરીએ વિષય પર મોરબીની દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલમાં યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં વિવેક પ્રકાશભાઈ કંઝારીયાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. આ વિજેતા સ્પર્ધક હવે મુખ્ય સ્પર્ધામાં ભાગ લેશે.મહત્વનું છે કે, મોરબી અપડેટ અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડ્રગ્સ સામે જાગૃતિ લાવવા શાળા અને કોલેજ એમ બે કેટેગરીમાં વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાઈ રહ્યું છે. સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ જે તે શાળા કે કોલેજમાં યોજવામાં આવશે. તેમાથી પસંદગી પામેલ માત્ર પ્રથમ વિજેતાને મુખ્ય સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. મુખ્ય સ્પર્ધામાં 10 સ્પર્ધકોની પસંદગી થશે. જેમને ફાઈનલ રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે. તેમાથી પ્રથમ ત્રણ વિજેતાનું ઈનામ આપી સન્માન કરવામાં આવશે.