હેમંતભાઈ દુબરીયા છેલ્લા ચાર દિવસથી ભૂખ હડતાળ પર હતા, બપોરે અચાનક સ્વાસ્થ્ય કથળતા સારવાર અર્થે દાખલ કરાયાટંકારા (મોરબી અપડેટ) : ટંકારાથી કોઠારીયા જવાના રસ્તે આવેલ એડિકા ઇન્ડસ્ટ્રીઝ એલ.એલ.પી. સોલાર કંપની દ્વારા નિયમોનો ભંગ કરીને જોખમી રીતે 11 KV નો અન્ડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવતા આ મામલે ટંકારાના રહેવાસી હેમંતભાઈ મોહનભાઈ દુબરીયા અને દિનેશભાઈ કરશનભાઈ સોલંકી દ્વારા છેલ્લા ચાર દિવસથી ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ ભૂખ હડતાળ પર બેસેલા હેમંતભાઈ દુબરીયાની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા ખાતે ખાનગી સોલાર કંપની સામે હેમંતભાઈ દુબરીયા પોતાના આંદોલનના ભાગરૂપે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. આજે તેમની ભૂખ હડતાળનો ચોથો દિવસ હતો. સળંગ 4 દિવસથી અન્નનો ત્યાગ કર્યો હોવાથી આજે બપોરના સમયે અચાનક જ તેમની તબિયત લથડી હતી. આંદોલનકારીની તબિયત બગડતા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હેમંતભાઈ દુબરીયાને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર અને આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Tankara #HungerStrike #Protest #CivilHospital #108Ambulance