મોરબી : મોરબી શહેરમાં આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધીનો માર્ગ છેલ્લા લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક રહેવાસી દ્વારા મોરબી મહાપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.સ્થાનિક યોગેશભાઈ રંગપડીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે આલાપ પાર્કથી એસ.પી રોડ સુધીનો રોડ અગાઉની રજુઆત થી આઈકોનીક રોડ બનાવવાની મંજુરી મોરબી મહાનગરપાલીકા દ્વારા આપવામાં આવી છે. જેથી અંદાજે પાંચ કરોડથી વધુના ખર્ચથી આ રોડની ટેન્ડર પ્રકીયા પણ થઈ ગયેલ હોય પરંતુ આ બનનારા આઈકોનીક રોડ પર અનેક કાચા પાકા ગેરકાયદેસર બાંધકામો થઈ ગયેલ હોય જેથી આ દબાણો દુર કરવામાં આવે અને આ રોડની હાલત અત્યંત ખરાબ હાલતમાં હોય તેથી ખાસ રજુઆત કરવામાં આવી છે કે આ રોડનું કામ વહેલી તકે કરવામાં આવે અને જયાં સુધી નવો રોડ ન બને ત્યાં સુધી આ રોડનું ખુબ ઝડપથી હાલ પુરતું રીપેરીંગ કરવામાં આવે. કેમ કે લીલાપર કેનાલ રોડ પર સવારના અને સાંજના સમયે ટ્રાફીક વધુ રહેતું હોવાથી આ આલાપ પાર્કથી એસ.પી રોડના નાકા સુધીનો રોડનો ઉપયોગ સીરામીક ફેકટરીમાં જતા લોકો તેમજ પટેલનગર, આલાપપાર્ક, વિજયનગર, ગજાનંદ પાર્ક, સહીતની સોસાયટીઓના રહીશો કરતા હોય છે. જેથી જો આ રોડ પર તાત્કાલીકના ધોરણે ડીમોલેશન અને રીપેરીંગ થાય તેવી માંગ કરી છે.