મોરબી જીલ્લાનાં માળીયા તાલુકાના પીપળીયા ચાર રસ્તા ગ્રામ્ય વિસ્તાર માટે ખરીદીનું કેન્દ્ર છે તેમજ શૈક્ષણીક સંકુલો પણ ત્યાં જ છે. આરોગ્યનાં પ્રશ્નો માટે નાગરીકો અહીં ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળા પ્રમાણમાં આવે છે. ખેતી વિષયક ખરીદી માટે પણ ખેડુતો પીપળીયા ચાર રસ્તા અવાર નવાર આવે છે. જેથી અહીં જનસુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે પીપળીયા ચાર રસ્તા ભૌગોલીક રીતે નવલખી બંદર જવાનાં માર્ગે મહત્વનું સ્થળ છે. જામનગરથી કચ્છ તરફનો રસ્તો ખુબ જ ટ્રાન્સપોર્ટેશન ધરાવે છે તેમજ નવલખીથી મોરબી તરફ બંદરનાં ભારે વાહનોનું પરિવહન ૨૪ કલાક હોય છે. જેથી રેલ્વે ફાટક પીપળીયા ચાર રસ્તા વહેલી તકે ઓવરબ્રીજ બને તે ખુબ જ જરૂરી છે. જેથી ટ્રાફીક સમસ્યા અત્યારે છે તે નિવારી શકાય. અકસ્માતો - એકસીડન્ટ થતાં પણ નિવારી શકાય.પીપળીયા ચાર રસ્તા આરોગ્ય કેન્દ્ર સરકારી વહેલી તકે બને તે જરૂરી છે. જેથી ખેડુતો ખેત મજુરોને પાયાની આરોગ્ય સુવિધા સ્થાનીક ધોરણે જ મળી રહેશે. પીપળીયા ચાર રસ્તા બસ સ્ટેશનની ખુબ જ જરૂરીયાત છે. વરસાદ, ઠંડી, ગરમીની સીઝનમાં પેસેન્જરો રોડ ઉપર જ ઉભા રહે છે. સુવિધાના અભાવે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.પીપળીયા ચાર રસ્તા માલ પરીવહન બહોળા પ્રમાણમાં ૨૪ કલાક હોય છે. નવલખી બંદર ભૌગોલીક રીતે નજીક જ હોવાથી ડમ્પરો રાત્રે બેફામ ડ્રાઈવીંગ કરતાં હોય છે. જેનાં નિયંત્રણ માટે પોલીસ સ્ટેશનની ત્યાં અનિવાર્ય જરૂરીયાત છે. રાત્રીના સમયે પણ નાગરીકોની સુરક્ષા માટે પીપળીયા ચાર રસ્તા પોલીસ સ્ટેશન વહેલી તકે કાર્યરત થાય તે જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારમાં થતી ચોરી-લુંટ વિ. ઘટનાઓ નિવારી શકાય તે માટે વહેલી તકે પીપળીયા ચાર રસ્તા પોલીસ સ્ટેશન કાર્યરત થાય તે જરૂરી છે. નવલખી બંદરેથી બેફામ ઝડપે ચાલતાં વાહનો પર નિયંત્રણ પણ ખૂબ જ જરૂરી છે.આ જનસુવિધા વહેલી તકે મળે તે ખુબ જ જરૂરી છે. સિંચાઈ સુવિધા ન હોવાથી અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી જે નાગરીકોનું સ્થળાંતર પલાયન થઈ રહ્યું છે તેનું પ્રમાણ પણ ઘટાડી શકાશે. વહેલી તકે પીપળીયા ચાર રસ્તા આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ સુવિધા મળે તે પણ અનિવાર્ય જરૂરીયાત છે.