મોરબી : મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) મુકામે ખોરાકના અભાવે આશરે 70 જેટલા ઉંટોનું મરણ થયું હોય જેથી તેના પાલકોને યોગ્ય વળતર આપવા જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) મુકામે જત સમાજના પશુપાલકો દ્વારા ઉંટઉછેરનો વ્યવસાય કરવામાં આવે છે અને તેનું લાઇસન્સ પણ ધરાવે છે. આ પશુપાલકો દ્વારા ખારાઇ ઉંટનો ઉછેર કરવામાં આવે છે અને તેનો મુખ્ય ખોરાક દરિયાઈમાં ઉગતી વનસ્પતિ ચેર છે. પરંતુ આ વનસ્પતિ ઉગે છે તે વિભાગમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આડસ ઉભી કરવામાં આવી હોય જેથી ઉંટને ખોરાક મળતો નથી. આમ ખોરાક ન મળવાના અભાવે આ વર્ષે નાના મોટા કુલ 70 જેટલા ઉંટોનું મરણ થયું છે. જેથી ગરીબીની રેખા નીચે જીવતા આ લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ પરિવારને યોગ્ય આર્થિક વળતર આપવા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.