મોરબી : તા. 2-10-2025ના રોજ સમ્રાટ અશોક વિજ્યા દશમી અને ધમચક્ર પ્રવર્તન દિન નિમિત્તે દરવર્ષની જેમ આ વર્ષ પણ ઉજવણીનું આયોજન સમ્રાટઅશોક બોદ્ધ વિહાર વિજય નગર મોરબી-1 ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5 કલાકે ધમયાત્રા ડો. બાબા સાહેબની પ્રતિમા રોહીદાસપરાથી બોદ્ધ વિહાર વિજયનગર સુધી જશે. સાંજે 7 કલાકે બુદ્ધવંદના, રાત્રે 8 કલાકે મૈત્રી ભોજન, તેમજ રાત્રે 10 કલાકે ભીમ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દરેક ઉપાસક ઉપાસિકા પૂરા પરિવાર સાથે સફેદ વસ્ત્રો માં હાજરી આપવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.