મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે આજે તા. 10મીના 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ'ના અનુસંધાને NTF (નેશનલ ટાસ્ક ફોર્સ) અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના મનોરોગ ચિકિત્સક ડો. દીપભાઈ ભાડજા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રા. જે. એમ. કાથડે મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડો. દીપ ભાડજાએ પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને આત્મહત્યા કેવા વ્યક્તિઓ કરે છે અને તેનું કઈ રીતે નિવારણ કરી શકાય તેની સમજણ આપી હતી. તેમજ માનસિક બીમારીથી બચવાના ઉપાયો પણ અસરકારક અને હળવી શૈલીમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા. આચાર્ય ડૉ. રામભાઈ વારોતરીયાએ પણ આવા વિદ્યાર્થીલક્ષી ઉપયોગી કાર્યક્રમો થતા રહે તે બાબતે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ડો. દીપભાઈ ભાડજાની કામગીરીને પણ બિરદાવી હતી. ડો. નાજાભાઇ કોડિયાતરે આભારવિધિ દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા એન ટી એફના નોડલ ઓફિસર પ્રા. કે. આર. દંગી તથા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.