ટંકારા : તા. 5-12-2025ના રોજ નારી ન્યાય સદસ્યતા અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના મીતાણા ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ અને ઉપપ્રમુખ કલ્પના જોશીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રભારી શોભનાબેન ભાવસાર, મહિલા પ્રમુખ દમયંતીબેન નિરંજની તથા ટંકારા તાલુકા મહીલા પ્રમુખ જ્યશ્રીબેન ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સંગઠન મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.