રામકો બંગ્લોઝ યજ્ઞશાળા અને ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું મોરબી : મોરબીમાં વેદોના વિદ્વાન વિવેકાનંદજી પરિવ્રાજકનું આગમન થયું છે અને તેમના દ્વારા મોરબીમાં વિવિધ સ્થળે 3 અને 4 ઓગસ્ટના રોજ દિવ્ય વૈદિક સત્સંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તારીખ 3 ઓગસ્ટ ને શનિવારના રોજ મોરબીમાં વિવિધ ત્રણ સ્થળે આ કાર્યક્રમ યોજાયો હતો.કચ્છથી લઈને કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી સતત વૈદિક ગંગા વહાવતા વેદ, ઉપનિષદ, દર્શનોના મહાજ્ઞાતા અને નવ સંસ્થાપિત દર્શન યોગધામ- લાકરોડાના નિર્દેશક સ્વામીજીના કાર્યક્રમોનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું છે. જેમાં 3 ઓગસ્ટ ને શનિવારે સવારે 10 થી 11-15 કલાક સુધી મોરબીના કેનાલ રોડ પર આવેલા રામકો બંગ્લોઝ યજ્ઞશાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ બપોરે 4 થી 5-30 સુધી મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી મોરબીની સુવર્ણભૂમિ સોસાયટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આજે તારીખ 4 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9-15 થી 11-15 સુધી મોરબીના લગધીરવાસ સ્થિત આર્યસમાજ ખાતે, ત્યારબાદ બપોરે 4 થી 6 કલાકે મોરબીની સિલ્વર હાઈટ્સ ખાતે અને રાત્રે 8-30 થી 10 સુધી સિલ્વર હાઇટ્સના થિયેટરમાં રાષ્ટ્રભક્તિ વિષય પર કાર્યક્રમ યોજાશે.