ચેરમેન ભરત બોઘરાની પ્રેરક ઉપસ્થિતિ હળવદ : હળવદમાં મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની જાણકારી માટેનો હળવદ તેમજ વાંકાનેર તાલુકાના ખેડુતો માટેનો કાર્યક્રમ સરદાર પટેલ સહભાગી જળસંચય નિગમના ચેરમેન ભરત બોઘરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમના અધ્યક્ષ ડો. ભરતભાઇ બોધરાએ માહિતી આપી હતી કે ખેડુતને કેમ વધારે લાભ મળે તે માટે સરકારે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના બહાર પાડી છે. જો હવે ખેડુતને નુકશાન થશે, તો સરકાર સીધી ખેડુતને મદદ કરશે. ગુજરાત દેશનુ પહેલુ એવુ રાજય છે કે જે ખેડુતને સીધી મદદ કરી રહી છે. અધ્યક્ષએ વધુ માહિતી આપતા જણાવ્યું કે નર્મદાનું પાણી સૌની યોજનાથી ઘરે ઘરે મળેલ છે. અનેક ચેક ડેમ બનાવેલ છે. હવે એક પણ ખેડુતને ખાતર માટે અગવડતા નથી પડતી. સરકારે ૨૦ વર્ષથી ખેડુતના વિજળીના ભાવમાં વધારો કરેલ નથી. મોરબીમાં ખેતીના સર્વેની ૧૩ ટીમો બનાવેલ છે. ખેડુત જગતનો અન્નદાતા છે. આ પ્રસંગે હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાએ જણાવ્યુ હતુ કે સરકારે ખેડુતોની ચિંતા કરતા આ યોજના બહાર પાડી છે. અને ખેડુતોની પાક નુકશાન માટે તાત્કાલીક સહાય મળે તે માટે આ સરકાર તત્પર છે. મોરબી જિલ્લા પંચાયતના ખેતિવાડી અધિકારી ડો. વી. કે. ચૌહાણે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંગે પણ વધુ માહિતી આપી હતી. કાર્યક્રમની શારૂઆતમાં શાબ્દિક સ્વાગત મોરબી જિલ્લા નાયબ ખેતી નિયામક ડો. એસ. એ. સીણોજીયાએ કર્યુ હતુ. અને આભાર વિધી એન. જી.રામોલિયાએ કરી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી. વી. વસૈયા, હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધમેન્દ્રસિહ ઝાલા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, વાંકાનેર એપીએમસીના ચેરમેન શકીલ પીરઝાદા, હળવદ નગર પાલીકાના પ્રમુખ રમેશભાઇ પટેલ, ભાજપ અગ્રણી સહિત ખતિવાડીના અધિકારીઓ તેમજ હળવદ તેમજ વાંકાનેર તાલુકાના ખેડુતો મોટી સખ્યામાં હાજર રહ્યા હતા.