મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ સુશાસન દિવસ નિમિત્તે આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને અટલજીના જીવન વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.આજરોજ 25 ડિસેમ્બર એટલે કે ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયીજીની જન્મજ્યંતીને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી - લક્ષ્મીનગર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમા જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, જીલ્લા ભાજપ મંત્રી નિરજભાઈ ભટૃ સહિતના જિલ્લા ભાજપના તમામ હોદેદારો, જિલ્લા અને તાલુકાના, મોરચાના તમામ હોદેદારો અને ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ તકે જેઠાભાઇ અને કે.એસ.અમૃતિયા દ્વારા અટલજીના જીવન વિશે ખૂબ સરસ રીતે ઝીણવટપૂર્વક વાત કરવામાં આવી હતી. આર્યાવર્ત સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રશાંતભાઈ ગોરીયા અને રમેશભાઇ કૈલા દ્વારા ખૂબ સારું સંચાલન કરી અટલજીના જીવન વિશેની એક ડોક્યુમેન્ટરી રજૂ માહિતી આપવામાં આવી હતી.