મોરબી: ગઈકાલે તારીખ 18/07/2026ને શનિવારના રોજ મોરબી કલેકટર કચેરી ખાતે બ્રહ્મા કુમારીઝ દ્વારા 'કર્મયોગ દ્વારા સશક્ત ભારત' વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેકટર સ્વપ્નિલ ખરે અને ખાચર સહિત કલેકટર કચેરીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમનું આયોજન બ્રહ્મા કુમારીઝ મોરબીના અલ્કા દીદી, નિમિષા દીદી, ડો. જિગીષા દીદી અને કિંજલ દીદી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુંબઈથી ખાસ પધારેલા પ્રેરક વક્તા બી કે ઉજ્વલા દીદીએ ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સશક્ત ભારતના નિર્માણમાં કર્મયોગનું મહત્વ સમજાવતા, કર્મયોગના માધ્યમથી કાર્યશૈલીને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવા માટે વિસ્તારપૂર્વક પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. #Morbi #MorbiNews #CollectorOffice #BrahmaKumaris #Karmayoga #EmpoweredIndia #GujaratNews