મોરબી : મોરબીમાં શક્ત શનાળા રોડ પર આવેલી પટેલ સમાજની વાડી ખાતે આગામી તા. 12 જાન્યુઆરી રાત્રે 8:30 કલાકે હિમોગ્લોબિનનું મહત્ત્વ અને કેન્સર નિવારણ જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ઓન્કોલોજીસ્ટ/ હેમેટોલોજીસ્ટ ડો. ભાણજીભાઈ કુંડારિયા દ્વારા આપણા રોજિંદા જીવનમાં હિમોગ્લોબિનના મહત્ત્વ વિશે અને કોઈપણ પ્રકારના કેન્સર કેવી રીતે અટકાવવા તે વિશે સલાહ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. કુંડારિયા કેલિફોર્નિયાના સાન્ટા મારિયામાં ઓન્કોલોજીસ્ટ છે અને એટ્રિયમ હેલ્થ કેરોલિનાસ મેડિકલ સેન્ટર અને મેકલિઓડ રિજનલ મેડિકલ સેન્ટર સહીત વિસ્તારની બહુવિધ હોસ્પિટલો સાથે જોડાયેલા છે. તેમણે બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદમાંથી તેમની મેડીકલ ડિગ્રી પ્રાપ્ત કરી અને 45 વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસમાં છે. તેમજ પોતાની માતૃભૂમિને મદદ કરવા તેમણે રાજકોટમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે. આ આરોગ્યની જાગૃતિને લગતા કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડાવવા જણાવવામાં આવ્યું છે.