મોરબી : મોરબી મ.ક.સ.સુ જ્ઞાતિ-ટ્રસ્ટ દ્વારા તા. 26-10-2025ને લાભ પાંચમના રોજ જ્ઞાતિ ઈષ્ટદેવ શ્રી રુગનાથજી મહારાજના પધરામણી તેમજ જ્ઞાતિ સમૂહ ભોજનનો કાર્યક્રમ ભવ્યતાસભર રીતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબીના જ્ઞાતિજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહી ઉત્સાહભેર અને તન-મન-ધનથી સહકાર આપી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશાવરથી પધારેલા આમંત્રીત મહેમાનો એ પણ પોતાની અમૂલ્ય હાજરી આપી કાર્યક્રમને દિપાવ્યો હતો જેમાં રાજકોટ જ્ઞાતિ-ટ્રસ્ટના પ્રમુખ હરીશભાઈ જંગબારી તથા ટ્રસ્ટીગણ, આજી ઉપલા કાંઠા પ્રગતિ મંડળના પ્રમુખ મુકેશભાઈ ગોહેલ તથા ટ્રસ્ટીગણ, મવડી વિકાસ મંડળના પ્રમુખ દિનેશભાઈ ટંકારીયા તથા ટ્રસ્ટીગણ, રાજકોટ સેન્ટ્રલ યુવક મંડળ ના હોદેદારો, ગાંધીગ્રામ વિકાસ મંડળના હોદેદારો, કોઠારીયા વિકાસ મંડળના પ્રમુખ સંજયભાઈ ધામેચા તથા ટ્રસ્ટીગણ, જામનગર મ.ક.સ.સુ યંગ ગૃપના ભગવાનજીભાઈ જાખરીયા, પરસોતમભાઈ પીઠડીયા, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ વાઘેલા સહીત તમામ હોદેદાર તેમજ ધ્રોલ જ્ઞાતિ-ટ્રસ્ટ ઉપપ્રમુખ નિકુંજભાઈ પીઠડીયા તથા ટ્રસ્ટીગણ, સરપદડ જ્ઞાતિ પ્રમુખ ધીરુભાઈ સાંચલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ આગેવાનોનો આવકારી કાર્યક્રમ દિપાવવા બદલ મોરબી જ્ઞાતિ-ટ્રસ્ટે આભાર વ્યક્ત કર્યો છે. આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં સહયોગ આપનાર મોરબી જ્ઞાતિ-ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, જ્ઞાતિ યુવા કાર્યકર મિત્રો તથા મોરબીના જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.