મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે મહાશિવરાત્રીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ ધૂન મંડળ પણ રાખવામાં આવી છે.આ શોભાયાત્રામાં લોકોને જોડાવા આમત્રંણ આપવામાં આવ્યું છે. મોરબી તાલુકાના આમરણ ગામે આગામી તા.1ને મંગળવારના રોજ મહાશિવરાત્રીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રા બપોરે 3 કલાકે સોમનાથ મહાદેવ મંદિર,ગાંધી ચોક,આમરણ ખાતેથી પ્રારંભ થશે.તેમજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હનુમંત ગૌ -સેવા ધૂન મંડળ વાવેરાની ધૂન રાત્રે 9:00 કલાકે રાખવામાં આવી છે.દરેક શિવ ભક્તોને શિવ ગ્રુપ તરફથી,સમસ્ત આમરણ ગામ તેમજ આમરણ ગ્રામ પંચાયત તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે.