મોરબી : મોરબીના અદેપર ગામે જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 15મી ઓગસ્ટના રોજ અદેપર ગામની પ્રાથમિક શાળામાં બાળવાટિકા થી માંડીને ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ પ્રથમ નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર મેળવ્યો હશે તેઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ સહિતના સન્માનથી સન્માનિત કરવામાં આવશે.