વાંકાનેર : શિવાજી મહારાજના હિન્દૂ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવા માટે ઉજવાતા હિન્દૂ સામ્રાજ્ય દિન નિમિત્તે વાંકાનેરમાં કાલે રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જોગ જતી ઉપનગર વાંકાનેર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેરમાં આવતીકાલે રવિવારે તા.4 જૂનના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જોગ જતી ઉપનગર વાંકાનેર દ્વારા હિન્દૂ સામ્રાજ્ય દિન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા સાંજે પાંચ વાગ્યે વાંકાનેરના જલારામ મંદિર ભાટિયા સોસાયટીથી નીકળી જિનપરા, જકાતનાકા, રામજી મંદિર નવાપરા, ધર્મનગર સોસાયટી, બહુચર માતાજીના મઢે જશે. ત્યાં પ્રોજેક્ટર દ્વારા શિવાજી મહારાજના પ્રેરક પ્રસંગોનું ચલચિત્રના ઘટનાક્રમને દર્શાવવામાં આવશે. ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ કાર્યકમોનો જાહેર જનતાને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.