શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હળવદ : સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા આજે અખાત્રીજના દિવસે પરશુરામ જન્મ જયંતી નિમિતે ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતાં. ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવને લઇને હળવદમાં ભારે હરખની હેલી જોવા મળી હતી અહીં આજે નીકળેલ શોભાયાત્રા પરશુરામ મંદિર થી શરણેશ્વર મહાદેવ મંદિર,દરબાર નાકે થી લક્ષ્મીનારાયણ ચોક અને ત્યાં થી બ્રાહ્મણની ભોજન શાળા સુધી શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રાનું આયોજન સમસ્ત બ્રહ્નસમાજ હળવદ,પરશુરામ મંદિર-હળવદ અને પરશુરામ યુવા ગ્રુપ-હળવદ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ શોભાયાત્રા દરમિયાન પોલીસને પણ બંદોબસ્ત સાથે રહ્યો હતો ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રામાં જીગરભાઈ મહેતા,મિહિરભાઈ રાવલ,જીતેન્દ્રભાઈ જાની,નિકુંજભાઈ દેરાશ્રી મુકુંદભાઈ મહેતા,જીજ્ઞાશુભાઈ પંચોલી,વિક્રમભાઈ આચાર્ય , અજયભાઈ રાવલ,વિજયભાઈ જાની સહિતનાઓ હાજર રહ્યા હતા.