ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈ ભગવાન મહાવીર સ્વામિ નગરયાત્રાએ નીકળ્યામોરબી : પર્યુષણ પર્વ નિમિત્તે આજે મોરબીમાં ભગવાન મહાવીર સ્વામિની ધામધૂમથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પ.પૂ. બોધિદર્શન વિજયજી તથા સાધ્વીજી મહારાજની આગેવાનીમાં ચાંદીની પાલખીમાં નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ભગવાન મહાવીર સ્વામિની શોભાયાત્રાનું આયોજન મોરબી દરબારગઢ સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરબારગઢ ખાતે આવેલા જૈન દેરાસરથી નીકળી હતી અને ત્યાંથી ગ્રીન ચોક, નહેરુ ગેટ ચોક, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક થઈ સાવસર પ્લોટમાં શનાળા રોડ પર આવેલા પ્લોટ દેરાસર ખાતે પહોંચી હતી. બેન્ડ બાજા સાથે ધામધૂમથી નીકળેલી ભગવાન મહાવીર સ્વામિની શોભાયાત્રામાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિને બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં ચાર બગી અને ઈન્દ્ર ધ્વજાની ગાડી પણ જોડાઈ હતી. આ શોભાયાત્રામાં પારણાનો લ્હાવો શાહ પરિવાર, ભગવાનની પાલખીનો લ્હાવો અજમેરા પરિવાર અને સારથી તરીકે સોલાણી અને વોરા પરિવારે લ્હાવો લીધો હતો. આમ મોરબીમાં આજે ધામધૂમથી પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.